Saturday, August 18, 2012

“શ્રદ્ધા, આત્મ વિશ્વાસનું ભરપુર સાહસ એટલે કેપ્ટન ગોપીનાથ”


માણસમાં હિંમત, શ્રદ્ધા અને કંઈક કરી છુટવાની ઈચ્છા હોય તો એની ઉડાનને કોઈ પણ અવરોધ નડતો નથી અને આજ સફળતાની નવી ઉડાનના માલિક છે કેપ્ટન ગોપીનાથ. આજથી બરાબર ૧ વર્ષ પહેલા એક પુસ્તક મેં મુંબઈ એરપોર્ટ ઉપરથી લીધેલું હતું અને તેનું નામ છે - સિમ્પલી ફ્લાય.


કર્ણાટકના એક નાનકડા ગામડામાં જન્મ લઈને કેપ્ટન ગોપીનાથે આજે સિદ્ધ કરીને બતાવ્યું છે કે જીવનમાં હાર અને ગુલામી કરતા પ્રયત્ન કરવો તે સ્વાભિમાનને પણ ટક્કર મારે તેવું છે. તાજેતરમાં કેપ્ટન ગોપીનાથનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું કે જેનું નામ છે - સિમ્પલી ફ્લાય. આ પુસ્તક એ કોઈ મેનેજમેન્ટનું જ્ઞાન કે સિદ્ધાંતો પુરા પાડતું નથી પરંતુ કેપ્ટન ગોપીનાથની જીવનનો એક ઉતર-ચડાવ દર્શાવે છે.  ભારતની સૌ પ્રથમ સૌથી સસ્તી એરલાઈન બનાવીને કેપ્ટન ગોપીનાથે વિશ્વ વિક્રમ રચ્યો હતો. પથમાં કેટલાય પત્થરો આવતા ગયા અને કેપ્ટન ગોપીનાથ તેમને દુર કરતા રહ્યા અને સિદ્ધ કરીને બતાવ્યું કે જીવનમાં એક વખત હાર કબુલ્યા પછી પણ તમે બીજી વખત જીતી શકો છો.

તેમનું પુસ્તક સિમ્પલી ફ્લાય એ નવા ઉમેદવારોને આગળ વધવાની અને તેમનામાં જુસ્સો પ્રગટાવવાની એક તક આપે છે. આ પુસ્તક તેમના અને વિજય માલ્યાના અંગત જીવન વિષે પણ થોડી માહિતી આપે છે. જયારે જયારે પણ કેપ્ટન ગોપીનાથ અલગ અલગ મેનેજમેન્ટ સંસ્થાઓમાં પોતાના વ્યક્તવ્યો આપવા જાય છે ત્યારે તેઓ સફળતાની ઉડાન કે મેનેજમેન્ટના પાઠ ભણાવતા નથી પરંતુ એ સમજાવે છે કે કોઈ પણ વસ્તુમાં પ્રયત્નશીલ બનીને જુસ્સો કેમ જાળવી રાખવો. સાગર ખેડું તો માત્ર એક વખતમાં એક જ મોતી શોધી લાવે છે પરંતુ એકસાથે દસ મોતી લાવે તો તેને સાચી સફળતા કહેવાય. કેપ્ટન ગોપીનાથના કિસ્સામાં પણ એવું જ બન્યું અને સરકારી હિસાબો અને ગંદી રાજનીતિનો ભોગ બન્યા અને પોતાની એરલાઈન એર દક્કેન ને ભારી ખોટ સાથે વહેચી દેવી પડી.

કેપ્ટન ગોપીનાથ જણાવે છે કે આ જગતમાં કોઈ પણ વસ્તુની ગેરંટી કે વોરંટી નથી છે તો  માત્ર એ તમારો કામ કરવાનો જુસ્સો અને પ્રયત્ન. મોટા ભાગનો સમય કેપ્ટન ગોપીનાથ ખેડૂતો સાથે જ ગાળે છે કારણકે તેમને તે કામમાં મજા આવે છે અને એક આનંદની લાગણી અનુભવે છે. નવી નવી નોકરીઓની તક ઉભી કરવી એ કેપ્ટન ગોપીનાથનું એક અવિભાજન અંગ બની ગયું છે. તેમના મત અનુસાર ભારતની મોટાભાગનું અર્થતંત્ર એ નાના નાના ગામડામાંથી જ આવે છે અને તેઓને પુરતી તક મળતી ન હોવાથી તેઓ આજે આગળ વધી શકતા નથી.કેપ્ટન ગોપીનાથનું હવે પછીનું કામ એ નાના નાના ગામડાના લોકોમાં જુસ્સો પ્રગટાવીને તેમને ધંધાકીય પ્રવૃતિથી જોડાવાનો છે.  આજનો યુવા વર્ગ એ પબ અને ક્લબ માં જોડાયેલો છે તેને ખ્યાલ નથી કે તેમનામાં કેટલી અપાર શક્તિઓ રહેલી છે અને આ જ શક્તિઓ તે જગાડવા માટે તેઓ લક્ષ્ય સિદ્ધ થયા છે.

એક મજાની વાત તો એ છે કે એર દક્કેનમાં દરેક એર હોસ્ટેસો નાના નાના ગામડામાંથી આવેલ છે કે જે એક આશ્ચર્યની વાત છે.આખી કંપનીની મૂડી એ લોકોનો આત્મવિશ્વાસ અને તેમનામાં રહેલી શ્રદ્ધા ને પ્રજવલિત કરવાનો છે. દરેક માણસમાં એક અપાર શક્તિ રહેલી છે અને તે શક્તિનો યોગ્ય સ્થળે ઉપયોગ થાય તે જ ધ્યેય માણસના જીવનનું હોવું જોઈએ.

તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ કેપ્ટન ગોપીનાથ હવે ગુજરાતમાં સૌથી સસ્તા દરે એરલાઈન ચાલુ કરે છે. કેપ્ટન ગોપીનાથનું નવું સાહસ છે 'દક્કેન ચાર્ટર' કે જે દિવસના ૪-૫ ઉડાનો ભરવા સક્ષમ રહેશે તેમાં અમદાવાદથી જામનગર, સુરત, રાજકોટ, પોરબંદર રહેશે. આ ઉડાનો એ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

કેપ્ટન ગોપીનાથનું આ પુસ્તક તમે ઓનલાઈન હોમશોપ-૧૮ ઉપર પણ ઓર્ડર કરી શકો છો તેની કિંમત છે રૂપિયા ૨૩૫/-. આ પુસ્તક તમે નજીકના બૂક સ્ટોરમાં જઈને પણ ખરીદી કરી શકો છો પરંતુ એમની કિંમત થોડી વધી જશે જેમ કે ક્રોસવર્ડમાં આ પુસ્તકની કિંમત છે રૂપિયા ૩૫૦/-, લેન્ડમાર્કમાં ૨૩૪/-., ફ્લીપ્કાર્તમાં રૂપિયા ૨૪૫/-. 

તો ચાલો મિત્રો હવે આ નવી ઉડાનની સફર કરીએ કેપ્ટન ગોપીનાથના આ પુસ્તકથી..

લેખક વિશે: આઈ આઈ એમ કલકતા અને આઈ આઈ એમ અમદાવાદના ગ્રેજ્યુએટ હોવાની સાથે સાથે દિપક ભટ્ટ એક પ્રખર વક્તા પણ છે. તેઓ મોટી મોટી કંપનીઓમાં મેનેજમેન્ટના સલાહકાર તરીકે કાર્યરત છે. ગ્લોબલ મેનેજમેન્ટ એ તેમનું એક નવું સાહસ છે કે જે અમદાવાદથી કાર્યરત છે. તેમને સંપર્ક કરવાનું માધ્યમ છે deepak@managementthinker.com, મોબાઈલ નંબર - ૯૪૨૬૨-૨૯૪૨૯ 

No comments:

Post a Comment